ચીનમાં જોવા મળ્યું ‘ગોલ્ડન ઝરણું’, જોનારાઓની આંખો અંજાઈ ગઈ
ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત પ્રદેશમાં સ્થિત આ ડેટિયન ધોધ એક દુર્લભ દૃશ્યમાં ફેરવાઈ ગયો છે. આ ડેટિયન ધોધની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. જ્યારે આ ધોધ પર સૂર્યના તીવ્ર કિરણો પડ્યા ત્યારે તે એકદમ સોનેરી રંગનો દેખાતો હતો. ત્યાં હાજર લોકો ડેટિયન વોટરફોલના આ બદલાયેલા રંગને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, જે પોતાનામાં ખૂબ જ દુર્લભ છે.
વિશ્વના સૌથી સુંદર ધોધમાં સમાવેશ છે ડેટિયન ધોધ
ચીનના ડેટિયન ધોધને એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ધોધ ગણવામાં આવે છે. આ ધોધ ચીનથી વિયેતનામ સુધી ફેલાયેલો છે. તે ઘણા પ્રખ્યાત શિખરોથી ઘેરાયેલો છે, જેમાં ચીનની ગુઇલીન ફાનગંગા ખાડી અને હેલોંગ ખાડીનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે, આ ધોધનો વિશ્વના સૌથી સુંદર ધોધમાં સમાવેશ થાય છે. તે વિશ્વમાં ચોથા ક્રમે છે. ફોટોગ્રાફી માટે તેને સ્વર્ગ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, તેની સોના જેવી તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
ધોધનો એક ભાગ ચીન તરફ તો બીજો ભાગ વિયેતનામ તરફ
ડેટિયન વોટરફોલ બે ભાગમાં વહેંચાયેલો છે. તેના મુખ્ય ધોધને ડેટિયન કહેવામાં આવે છે, જે ચીનની બાજુમાં છે. તે ગુઇચુન નદી પર સ્થિત છે. તેનો બીજો ભાગ પણ છે, જે વિયેતનામમાં પડતી નદીની બાજુમાં તરફ છે. તે વિયેતનામની રાજધાની હનોઈથી લગભગ 270 કિમીના અંતરે આવેલું છે. હજારો વર્ષોથી વહેતા હોવાને કારણે આ ધોધના પથ્થરો ઘણા ઘસાઈ ગયા છે.
ચૂનાના પથ્થર પર બન્યો છે ધોધ
ડેટિયન ધોધમાં પાણી 98 ફૂટની ઊંચાઈથી પડે છે. પાણી પડવાનો અવાજ દૂર દૂરથી સંભળાય છે. આ ધોધ ચૂનાના પથ્થર પર બન્યો છે જે હવે ઘણો ઘસાઈ ગયો છે. આ ધોધમાં ઘણી જગ્યાએથી પાણી આવે છે. આ ધોધનો પ્રવાહ વરસાદની મોસમમાં મહત્તમ હોય છે. આ ધોધ પાસે એક રસ્તો છે જે ચીન-વિયેતનામ સરહદને અલગ કરે છે.