નોર્વેમાં બરફની પહાડીઓમાંથી મળ્યા 3000 વર્ષ જૂના જુતાં

આંતરરાષ્ટ્રીય

નોર્વેમાં મળી આવેલા વિશ્વના સૌથી જૂના જૂતા લગભગ 3000 વર્ષ જૂના (3000 year old shoes) છે. તે કાંસ્ય યુગના હોવાનું કહેવાય છે. નોર્વેની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (NTNU)ના રિપોર્ટ પ્રમાણે આ જૂતા એ હજારો પ્રાચીન કલાકૃતિઓમાંના એક છે જે છેલ્લા બે દાયકામાં જ્યારે પહાડીઓ પરનો બરફ પીગળી ગયો હતો ત્યારે અહીં મળી આવ્યા હતા.

તીર અને લાકડાંની કોદાળી મળી

આ પ્રાચીન જૂતા વાસ્તવમાં 2007માં દક્ષિણ નોર્વેના જોટુનહેઇમનના પર્વતીય વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ નાના ચામડાના જૂતા સ્ત્રી અથવા યુવકના હોઈ શકે છે. આ જૂતાની સાથે કેટલાંક તીર અને લાકડાની કોદાળી પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે આ વિસ્તાર એક મહત્વપૂર્ણ શિકાર ભૂમિ હતો. આ જૂતાની શોધ કરનારા સંશોધકોના જણાવ્યા અનુસાર, આ જૂતા લગભગ ઈ.સ. પૂર્વે 1100ના છે, જે નોર્વેના સૌથી જૂના જૂતા હોઈ શકે છે.

નોર્વેનો હજારો વર્ષોનો ઇતિહાસ

એસિડિક માટીમાં અથવા વિશાળ ગ્લેશિયર્સ હેઠળ દટાયેલી ચીજોથી વિપરીત, નોર્વેની ટેકરીઓ પર બરફના ટુકડાઓમાંથી મળતી વસ્તુઓની સ્થિતિ હજારો વર્ષો પછી પણ વધુ સારી છે. અહીં શસ્ત્રો, કપડાં, છોડ અને પ્રાણીઓના અવશેષો બરફમાંથી બહાર આવ્યા છે, જેનાથી નોર્વેનો હજારો વર્ષનો ઇતિહાસ બહાર આવ્યો છે. પરંતુ આ નવો રિપોર્ટ કહે છે કે હવે જળવાયુ પરિવર્તન બધુ ખતમ કરી શકે છે.

બરફમાં દટાયેલી વસ્તુઓ હજારો વર્ષો સુધી સચવાયેલી રહે છે

થોડા દાયકાઓમાં, નોર્વેના બરફનો મોટો ભાગ ઓગળવા લાગ્યો છે. NTNU યુનિવર્સિટી મ્યુઝિયમના પુરાતત્વવિદ્ અને સહયોગી પ્રોફેસર બિરગિત સ્કાર કહે છે કે 2020માં લેવાયેલી સેટેલાઇટ તસવીરોના આધારે એક સર્વે કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે 10 પસંદ કરેલા બરફના પટ્ટાઓ તેમાંથી 40 ટકાથી વધુ પીગળી ગયા છે. પહાડોની ઉંચાઈએ સ્નો પેચ બને છે, ઉનાળામાં આ બરફ સંપૂર્ણપણે પીગળતો નથી, જ્યારે ગ્લેશિયરથી વિપરીત, બરફના આ પેચ ખસતા નથી, તેથી બરફના પેચમાં દટાયેલી વસ્તુઓ હજારો વર્ષો સુધી સચવાયેલી રહે છે. જ્યારે બરફ ઓગળવા લાગે છે, ત્યારે તે વસ્તુઓ દેખાય છે. આટલા વર્ષો પછી પણ તેઓ પહેલાની જેમ જ સચવાયેલી રહે છે. જો કે, હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો બરફ પીગળ્યા પછી આ વસ્તુઓ જલ્દીથી રિકવર કરવામાં ના આવી તો આ કલાકૃતિઓ ગુમાવવાનું જોખમ રહેલું છે.

2006થી 364 ચોરસ કિલોમીટરનો બરફ પીગળ્યો

અહેવાલના લેખકોને ચિંતા છે કે, આ કારણે અસંખ્ય સાંસ્કૃતિક કલાકૃતિઓ પુનઃપ્રાપ્ત થાય તે પહેલાં ગુમ થઈ શકે છે. નોર્વેના જળ સંસાધન અને ઊર્જા નિર્દેશાલય દ્વારા 2022ના અહેવાલમાં અંદાજ છે કે 2006થી 364 ચોરસ કિલોમીટરનો બરફ પીગળી ગયો છે. આ ભાગ ન્યૂયોર્ક સિટીના લગભગ અડધા કદનો છે. જો આ પેચથી કલાકૃતિઓ ઝડપથી નીકાળવામાં ના આવી તો તેના ખરાબ થવા અથવા બરબાદ થવાનો ખતરો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.