આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોને સુરત પોલીસ ઝડપી પાડયા

આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોને સુરત પોલીસ ઝડપી પાડયા


સુરત પોલીસને મળી મોટી સફળતા

(જી.એન.એસ) તા. 14

સુરત,

શહેરના કોઈ આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોની ગેંગ ને સુરત પોલીસ ઝડપી પાડી. સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલાં જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. લૂંટારૂઓ શ્રીરામ ટ્રાવેલ્સની બસને લૂંટવાના હતા, કારણ કે ટ્રાવેલ્સમાં ડાયમંડ પેઢીના હીરા વડોદરા જઈ રહ્યા હતા અને લૂંટારૂઓનો ટાર્ગેટ આંગડિયા પેઢીના કર્મચારીઓ હતા.

આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે. જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ 20 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. આ લૂંટારુઓ શ્રી રામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરવાના હતા. શ્રી રામ ટ્રાવેલ્સમાં સુરતથી મોટા પ્રમાણમાં ડાયમંડ પેઢીના હીરાઓ વડોદરા જતા હતા, જેથી આ લૂંટારૂઓ બસને ટાર્ગેટ કરવાના હતા. આ ઈસમો કડોદરામાં રૂમ ભાડે રાખીને દોઢ મહિનાથી રહીને રેકી કરી હતી.

પોલીસે ગેંગના કૂલ 6 ઈસમને 3 પિસ્તોલ, દેશી તમંચો, 40 કાર્ટીઝ, રેમ્બો છરો સહિતના હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ ઈસમોએ લૂંટને અંજામ આપવા માટે બસની મિનિટનું શેડયુલ મેળવ્યું હતું. જો કે ઘટનાને અંજામ આપે તે પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે 6 ઈસમોની ધરપકડ કરી લીધી છે. આ 6 આરોપીમાં જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ, રાજેશ પરમાર, રહીશખાન, ઉદયવીરસિંગ અને વિજય મેનબંસીનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *