(જી.એન.એસ) તા. ૨૫
અરવલ્લી,
અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક એકમાત સર્જાયો હતો જેમાં, શામળાજી તરફ જઈ રહેલી એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સીધી નદીમાં ખાબકી હતી.
ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામ ચાલતું હોવાથી વાહનોની અવરજવર માટે સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શામળાજી તરફ જતી આ ટ્રક જ્યારે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારીને નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જે મોટી રાહતની વાત છે.

