ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની વધુ એક મોટી જાહેરાત
(જી.એન.એસ) તા. 22
વોશિંગ્ટન,
ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ નવી જાહેરાતથી લાખો લોકોના જીવન પર અસર થતી હોવાના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમેરિકા દ્વારા ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોના આપવામાં આવતા કાયદાકીય સંરક્ષણને રદ કરશે, જો કે, આ નિર્ણયની અસર એવી થશે કે, લગભગ એક મહિનામાં 5,30,000 લોકોએ અમેરિકાને છોડવું પડે તેવી આશંકા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા પ્રવાસીઓ સામેની કાર્યવાહી ઝડપી બનાવી છે. આ ચાર દેશના અપ્રવાસી ઓક્ટોબર 2022માં ફાઇનાન્શિયલ સ્પોન્સર સાથે અમેરિકામાં આવ્યા હતાં. તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરમિટ આપવામાં આવી હતી. હવે હોમલેન્ડ સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે, આવા લોકો 24 એપ્રિલે ફેડરલ રજિસ્ટરમાં નોટિસ આવ્યાના 30 દિવસ બાદ પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી દેશે.
માનવીય પેરોલ સિસ્ટમ લાંબા સમયથી ચાલી આવતી લીગલ સિસ્ટમ છે, જેનો ઉપયોગ પ્રમુખ એવા દેશના લોકોને મંજૂરી આપવા માટે કરે છે, જ્યાં યુદ્ધ અથવા રાજકીય અસ્થિરતા હોય. એવામાં આવા લોકો અમેરિકામાં પ્રવેશ કરી શકે છે અને અસ્થાયી રૂપે રહી શકે છે. ટ્રમ્પના વહીવટી તંત્રએ આ સિસ્ટમમાં વ્યાપક દુરૂપયોગ નવો આરોપ લગાવી તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
આ સમગ્ર બાબતે હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે, અમેરિકામાં રહેવા માટે કાયદાકીય આધાર વિના એટલે કે પેરોલ પર આવેલા લોકોએ પોતાના પેરોલ સમાપ્ત થાય તે પહેલાં અમેરિકા છોડી દેવું પડશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 5 લાખ ઇમિગ્રન્ટ્સના લીગલ સ્ટેટસને રદ કરવાથી અનેક લોકોએ દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, પેરોલ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પ્રવેશ કરનવારા કેટલાં લોકોએ સુરક્ષા અથવા લીગલ સ્ટેટસના વિકલ્પ મેળવી લીધા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.