અમેરિકામાં ફરી એક વખત ગુજરાતી ઉપર ફાયરિંગની ઘટના
(જી.એન.એસ) તા. 22
વર્જિનિયા,
અમેરિકામાં ફાયરીંગની ઘટનાઓમાં વધારો થયો છે જે ખૂબ ગંભીર બાબતે છે ત્યારે વર્જિનિયામાં 2 ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને 2 દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી.
મોલમાં આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ બંને પિતા-પુત્રી મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની છે. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું છે, હાલમાં આ સમગ્ર મામલે વર્જિનિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.