ગામ લોકોની વર્ષો જૂની માંગણીનો આખરે અંત આવ્યો
અમીરગઢ તાલુકાના કાકવાડાથી ઈસવાણી તરફ જવા માટે વચ્ચે બનાસ નદી આવે છે ત્યારે બનાસ નદીનું મોટું વહેણ હોવાથી ચોમાસા દરમિયાન સામા કાંઠાના સોનવાડી, કાકવાડા, ઈસવાણી,કીડોતર, સહિતનાં ૬ ગામો અને નાના-મોટા વિસ્તારના લોકોને અવર- જવર કરવા માટે ખૂબ તકલીફ વેઠવી પડે છે. તેમજ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓને પણ નદીના પાણીમાં પસાર થઈને અવર- જવર કરવી પડે છે ત્યારે સ્થાનિક લોકો ઘણા વર્ષોથી બનાસ નદી ઉપર બ્રિજ બનાવવા માટે માંગણી કરતા હતા.
જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાને આવતા તેમણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે 19 કરોડ 50 લાખના ખર્ચ નવા મોટા બ્રિજ મંજુર કર્યો છે જેથી અમીરગઢ તાલુકાના જનતામાં ખુશાલી છવાઈ છે. આ બ્રિજ માટે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ પણ ખૂબ મહેનત કરી હતી અમીરગઢ તાલુકા સંગઠન અને આગેવાનોની સાથે રાખી તેમણે જાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી.
તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તી સિંહ વાઘેલાએ પણ સ્પેશિયલ કેશમાં બ્રિજ મંજૂર કરવા માટે ભલામણ પત્ર લખ્યો હતો ત્યારે 2019 ની લોકસભા ચૂંટણી સમયે ડો .હેમરાજ રાણાએ આ તમામ ગામોના આગેવાનો સાથે મિટિંગ કરીને બ્રિજ બનાવવાનું વચન આપેલ હતું ત્યારબાદ 2022 માં કોઝવે મંજુર કરવામાં આવેલ હતો પરંતુ બનાસ નદીનું વહેણ ખૂબ મોટું હોવાથી કોઝેવ શક્ય નહતો તેથી ઘણા પ્રયત્નો કરવા છતાં કામ ચાલુ કરી શકાયુ નહીં છેવટે હવે ૧૯ કરોડ ૫૦ લાખનાં ખર્ચે મોટો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે.