હવે એડવાન્સ ટેક્ષ ચૂકવનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપવામાં આવશે
(જી.એન.એસ) તા. 14
અમદાવાદ,
14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. ગ્રીન અમદાવાદ અને સ્મલ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરાશે તેમજ અંગદનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.શાસક પક્ષે સુધારા સાથે 1501 કરોડનો વધારો કર્યો છે જેમાં કમિશનરનું ડ્રાફ્ટ બજેટ 14001 કરોડનું હતું જેમાં 1501 કરોડના સુધારા કરાયો છે. મનપા બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલનાં મિલકત વેરામાં 70 ટકા રીબેટ આપવામાં આવશે.
એએમસી ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ચૂંટણીના વર્ષનું 2025-26ના બજેટમાં રમતગમત, સ્વચ્છતા, પર્યાવરણ, પ્લાસ્ટિક મુક્ત, ટ્રાફિક મુક્ત, આરોગ્ય, સ્લમમુક્ત, રીન્યુએબલ એનર્જી, પ્રદૂષણ મુક્ત, ડિજિટલાઈઝેશન, આત્મનિર્ભર ભારત, તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. 8828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે. યુવાનોને પોતાની સ્કિલ દર્શાવી શકે તેના માટે સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
ઘોડાસર ઇસનપુર લાંભા વટવા અને દાણીલીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરાશે,ટીપી રોડ પરનાં દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે,બાપુનગર ખાતે 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે તેમજ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને 1 કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરશે તે વોર્ડને વધારા નાં 1 કરોડ ચૂકવવામાં આવશે,મનપા કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.