ડીસાના બનાસ નદીના પુલ પર વિચિત્ર અકસ્માત સર્જાયો

ડીસાના બનાસ નદીના પુલ પર વિચિત્ર અકસ્માત સર્જાયો

દૂધના ટેન્કરે બસને ટકકર મારતા ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

બ્રિજની બન્ને સાઇડે વાહનોની લાઈનો લાગતા ટ્રાફિકજામ

ડીસાના બનાસ નદીના બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે આવી રહેલા એક દૂધના ટેન્કરે આગળ ઉભેલી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા એકસાથે ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અને ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી.

મળતી માહિતી મુજબ, બનાસ નદીના બ્રિજ પર વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે સૌથી આગળ એક બસ ઉભી હતી, જેની પાછળ એક ઈકો ગાડી અને ત્યારબાદ અન્ય એક બસ ઉભી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે ઉભેલી બસને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે લાઈનમાં ઉભેલા ચારેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ધૂમમ્સના કારણે ​આ ગંભીર અકસ્માતને જોતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. વાહનોમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જેથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ​અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો અને દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *