૨૩ મે ના રોજ ૧૦૦ થી વધુ પ્રોગ્રામનુ આયોજન – ૫૦૦૦ થી વધુ લોકો ની સહભાગિતા”
(જી.એન.એસ) તા. 23
ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) 2025 ની ઉજવણીની શરૂઆત 22 મે થી 5 જૂન 2025 કરવાની જાહેરાત કરવામાં આવી છે. બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો છે.
૨૩ મે ૨૦૨૫ ના રોજ ઉજવણીના બીજા દિવસની ઉજવણી નિમિત્તે, ગુજરાતમાં ૧૦૦ થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ૫૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ રાજ્યમાં વિવિધ પ્રવ્રુત્તિઓમાં ભાગ લીધો જેમા ,સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણ, સ્વચ્છતા અભિયાન , પ્લાસ્ટિક જપ્ત કરી અને દંડ લાદવો, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહ, વર્ગીકરણ પર સેમિનાર, ઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો વિષય પર સેમિનાર નો સમાવેશ થાય છે. તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જીલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનુ આયોજન કર્યુ હતુ. આ દરમિયાન ૨૩ મે ૨૦૨૫ ના રોજ અભિયાનના પ્રથમ દિવસે આશરે ૨૭૦૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
વન અને પર્યાવરણ વિભાગ, આબોહવા પરિવર્તન વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ કરવામાં આવશે.