(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. ૧૮
હિંમતનગર,
હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર પાટીયા પાસે બપોરના સમયે એક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બસે રિક્ષાને ટક્કર મારતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં સવાર મહિલા અને રિક્ષા ડ્રાઇવરનું ઘટનાસ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઘાયલ થયા છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવની કામગીરી કરી હતી.