સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે એક ખાનગી સમારંભમાં યુપી ખાતે કરી સગાઈ

સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે એક ખાનગી સમારંભમાં યુપી ખાતે કરી સગાઈ


(જી.એન.એસ) તા. 8

લખનૌ,

આઈપીએલ માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ક્રિકેટર, ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રિંકુ સિંહે રવિવારે ઉત્તર પ્રદેશ ખાતે એક ખાનગી સમારોહ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી.

રિંકુ સિંહ અને પ્રિયા સરોજ બંને એકબીજાના હાથમાં હાથ નાખી સ્ટેજ પર પહોંચ્યા હતા અને રિંગ સેરેમની યોજાઈ હતી. અખિલેશ સિંહ, જયા બચ્ચન સહિતના દિગ્ગજો પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સગાઈ માટે બંનેએ એકબીજા માટે સ્પેશિયલ રિંગ મગાવી હતી. પ્રિયાએ કોલકાતાથી ડિજાઈનર રીંગ ખરીદી હતી જોકે રિંકુએ મુંબઈથી ખાસ અંગૂઠી મગાવી હતી. જેની કિંમત આશરે અઢી લાખ રૂપયા જણાવવામાં આવી છે. 

બન્ને દ્વારા લખનૌમાં તેમના ખાનગી રિંગ સમારોહ પહેલા આશીર્વાદ મેળવવા માટે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ચૌધેરા વાલી વિચિત્રા દેવી મંદિરની મુલાકાત લીધી હતી.

એક હોટલમાં રિંગ સેરેમની માટે 15 રૂમ બુક કરવામાં આવ્યા હતા, જેમાંથી 5 રૂમ રિંકુના મિત્રો માટે રિઝર્વ રખાયા હતા. આ સગાઈ સમારોહમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને પ્રિયાના સાંસદ મિત્ર ઇકરા હસન પણ હાજર રહ્યા હતા. સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 300 મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવી હતી, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી. 

રિંકુના પરિવારના સભ્યો, તેમના ભાઈ, બહેન અને અન્ય સંબંધીઓ સગાઈના પ્રસંગે મસ્તી કરતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, પરિવારના સભ્યો અને તેમના મહેમાનોએ લખનવી ભોજનનો આનંદ માણ્યો હતો. હોટલના ‘ફલકર્ન (Fulcurn) હોલ’ ને સગાઈ સમારોહ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેમજ ભોજનમાં લખનવી ડીશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રિંકુ અને પ્રિયાની ફેવરીટ ડિશનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

જાન્યુઆરીમાં કેરાકતથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે જણાવ્યું હતું કે તેમના પરિવારે અલીગઢમાં રિંકુ સિંહના પિતા સાથે બંનેના સંભવિત લગ્ન વિશે ચર્ચા કરી હતી. બંને પરિવારો સંબંધ માટે રાજી થઈ ગયા હતા.  તુફાની સરોજે એ પણ જણાવ્યું હતું કે, ‘પ્રિયાની મુલાકાત રિંકુ સાથે એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, જેના પિતા પણ ક્રિકેટર છે. રિંકુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી વધુ સમયથી જાણે છે. તેઓ બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ સંબંધ માટે તેમને પોતાના પરિવારોની સંમતિની જરૂર હતી. હવે બંને પરિવારો આ લગ્ન માટે સંમત થઈ ગયા હતા.’



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *