(જી.એન.એસ) તા. 13
નવી દિલ્હી,
દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યાનુસાર, મહિપાલપુરમાં એક હોટલમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, વસંત કુંજ પોલીસ આ મામલે કાર્યવાહી કરી, પીડિતા ઇંગ્લેન્ડની છે. તે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કૈલાશ નામના છોકરા સાથે મિત્રતા કરી હતી. મહિલાએ કૈલાશને ફોન કરીને મળવા કહ્યું હતું. પરંતુ કૈલાશે મહારાષ્ટ્ર જવા માટે અસમર્થતા દર્શાવી અને પીડિતાને દિલ્હી આવવા કહ્યું. જે બાદ પીડિતા મંગળવારે સાંજે દિલ્હી પહોંચી. તે મહિપાલપુરની એક હોટલમાં રોકાઈ રહી હતી.
આ ઘટનામાં પીડિતાના ફોન પર, કૈલાશ તેના એક મિત્ર વસીમ સાથે હોટલ પહોંચ્યો, જ્યાં આરોપીએ દારૂના નશામાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ બુધવારે પોલીસને ઘટનાની જાણ કરી, ત્યારબાદ પોલીસે વસંત કુંજ ઉત્તર વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી. દિલ્હી પોલીસે આ બાબતની જાણ બ્રિટિશ હાઈ કમિશનને પણ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની પ્રોફાઇલ ખૂબ જ શંકાસ્પદ છે. તે પીડિતા સાથે વાત કરવા માટે ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરી રહ્યો હતો. હાલમાં દિલ્હીમાં બ્રિટિશ યુવતી પર બળાત્કાર થયાની માહિતી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. દિલ્હી પોલીસે બળાત્કાર અને છેડતીના કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટના અંગે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનને પણ જાણ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.


