સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત


(જી.એન.એસ) તા. 8

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. હાલમાં પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ ભયાનક અકસ્માત અંગે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દિવ્યાંશ પરમાર, ઇમરાન મોવર અને અફઝલ સિપાઈ નામના ત્રણેય મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતા, ત્યારે સામેથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતા. ત્રણેય યુવકોએ જીવ ગુમાવતા તેઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *