સુરતના પુણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાનો કરાયો ગર્ભપાત, DNA સાચવવા કોર્ટનો હુકમ

સુરતના પુણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાનો કરાયો ગર્ભપાત, DNA સાચવવા કોર્ટનો હુકમ





(જી.એન.એસ) તા. 15

સુરત,

સુરતના પુનામાં એક 23 વર્ષીય ટ્યુશન ક્લાસિસના ટીચરે 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. જેમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂર માગી હતી. કોર્ટે મંજૂરી આપતા સ્મિમેર હોસ્પિટલમાં શિક્ષિકાનું એબોર્શન કરાયું હતું. જ્યારે હવે ભ્રુણનો DNA ટેસ્ટ કરવામાં આવશે. 

સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો)ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો, ત્યારે આજે ગુરુવારે (15 મે, 2025) શિક્ષિકાનું એબોર્શન કરવામાં આવ્યું છે. ભ્રુણનો DNA ટેસ્ટ કરાવવા માટે ગર્ભને સાચવી રાખવા એજન્સીને જણાવાયું છે. ભ્રુણના DNA સેમ્પલ સાથે 13 વર્ષના કિશોરનો  DNA ટેસ્ટ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ આગામી બે મહિનામાં આવે તેવી શક્યતા છે. 

સુરતના પરવટ પાટિયા-મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક એક દુકાન ચલાવતા મૂળ રાજસ્થાનના દુકાનદારના બે સંતાન પૈકી મોટો પુત્ર (ઉં.વ.13) પરવટ પાટિયા પાસેના ટીચર (ઉં.વ. 23)ને ત્યાં ટ્યુશન જતો હતો. 25 એપ્રિલના રોજ બપોરે એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી દુકાનદારો નો મોટો પુત્ર ઘરે પરત આવ્યો ન હતો, જેથી માતા-પિતાએ શોધખોળ કરી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં 13 વર્ષનો બાળક તેની ટ્યુશન ટીચરનો હાથ પકડીને જતાં જોવા મળ્યો હતો. આ પછી જ્યારે માતા-પિતા ટ્યુશનના ટીચરના ઘરે ગયા હતા. જ્યાં ટીચરના માતાને તેમની દીકરી ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટીચરનો ફોન બંધ આવતો હોવાથી વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે શોધખોળ કરીને ચાર દિવસ બાદ તેમની અટકાયત કરી હતી.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *