સિંહ ગણતરીના અંદાજ અને ઐતિહાસિક તથ્યો

સિંહ ગણતરીના અંદાજ અને ઐતિહાસિક તથ્યો





(તખુભાઈ સાંડસુર)

દસમી મે ગુજરાતના તમામ સાવજોની ગણતરી કરવાનું કામ ઉત્સાહથી આરંભ કરવામાં આવ્યું. સાસણ ગીરમાં પોતાનું નિવાસ બનાવીને બેઠેલો એસિયાટિક લાયન હવે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ 58 તાલુકો અને 35000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિહાર કરે છે.સિંહ આપણી સૌરાષ્ટ્રની, કાઠીયાવાડની ધરાની આગવી ઓળખ છે. અનેક કહાનીઓ તેમના જીવનની સાથે જોડાયેલી છે.આ ડાલામથ્થો જ્યાં વિહાર કરે છે તે વિસ્તારના રહેવાસીઓના સદભાગ્ય જ ગણાય. પણ સરકારને તેમના પોષણ,વ્યવસ્થાપન વગેરે માટે પણ ગણતરી કરવી જરૂરી છે. તેથી સને 1936 માં સૌથી પહેલી ગણતરી કરવામાં આવેલી અને હવે અત્યારે થઈ રહેલી આ ગણતરી વસ્તી અંદાજ 16 મો વસ્તી અંદાજ છે. અંદાજ એટલા માટે કહેવું જોઈએ કે આ તો વન્ય પ્રાણી છે તેથી ઘણી વખત તેને શોધવું એ પણ અઘરું પડતું હોય છે પણ તેમ છતાં વન્યજીવની સાથે સંકળાયેલા સૌ લોકો મહેનત કરીને તેને શોધીને સીધી ગણતરી કરે છે.

       એક જમાનો હતો કે જ્યારે કલર ઉપરથી ફુટ માર્ક ઉપરથી અને બીજી બધી રીતે પણ ગણતરીઓ થતી હતી. પણ 2025 માં યોજાયેલો આ અંદાજ થોડો અલગ પ્રકારનો એટલે છે કે તેને સમગ્ર એશિયાટિક લાયન લેન્ડસ્કેપને અલગ અલગ વિસ્તારોમાં, બીટમાં વહેંચવામાં આવ્યો છે. એ બીટમાં એક સાથે ગણતરી થાય તેથી તેમાં પરફેક્શન વધારે આવી શકે છે. તેથી તેને બીટ કરેક્શન કાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે કેમેરા અને જીપીએસ માં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગણતરીમાં કુલ 3116 લોકો જેમાં 800 થી વધારે સ્વયંસેવકો પણ છે તે બધા જોડાયેલા છે. 112 જેટલા સબ ઝોનમાં બધા જ વિસ્તારને વહેંચવામાં આવ્યા છે. જ્યારે 15 મી વસ્તી ગણતરી થઈ ત્યારે કુલ આઠ જેટલા વિસ્તારો સિંહને વિસ્તરવા માટે નક્કી કરવામાં આવેલાં.હવે કદાચ એકાદ વિસ્તાર નવો પણ ઉમેરાઈ શકે છે. તેથી આ વખતની વસ્તી ગણતરી એ થોડી અલગ રીતે થઈ રહી છે. અહીંયા વસ્તી ગણતરીના પશ્ચાદભુમાં જઈએ તો 2005માં સિંહોની સંખ્યા 327,સને 2010 મા 359, સને 2015માં 411 અને છેલ્લે 2020 માં 674 આમ આ આંકડા ઉપર નજર કરીએ તો દેખાય છે કે છેલ્લાં આંકડાઓ ને બાદ કરતા લગભગ 10- 12% નો વધારો પાંચ વર્ષે જોવા મળ્યો છે. પરંતુ છેલ્લે 2015 અને 2020 વચ્ચેનો સમયગાળો એ 63% નો વધારો દેખાડે છે એટલે કે એ ખૂબ મોટો વધારો ગણી શકાય. હવે 2025 માં આંકડો ક્યાં પહોંચે છે તેના ઉપર સૌની નજર છે.

        વસતિ અંદાજ-25 નો આખરી તબક્કો તા 13-5-25 ના પુરો થશે.બાદમા આ આંકડાઓ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *