‘વિશ્વ પર્યાવરણ દિન’ – ૨૦૨૫ નિમિત્તે મહાત્મા મંદિર ખાતે જીપીસીબી દ્વારા રિસાયકલના અર્થતંત્ર અને પ્લાસ્ટિક પેકેજિંગ પર ટેક્નિકલ સત્ર યોજાયું

‘વિશ્વ પર્યાવરણ દિન’ – ૨૦૨૫ નિમિત્તે મહાત્મા મંદિર ખાતે જીપીસીબી દ્વારા રિસાયકલના અર્થતંત્ર અને પ્લાસ્ટિક પેકેજિંગ પર ટેક્નિકલ સત્ર યોજાયું


(જી.એન.એસ) તા. 5

ગાંધીનગર,

વિશ્વ પર્યાવરણ દિન – ૨૦૨૫ ની રાજ્ય સ્તરની ઉજવણી ૫મી જૂન, ગુરુવારે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ વર્ષની વૈશ્વિક થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” નક્કી કરવામાં આવી છે, જેને કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

આ પ્રસગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા મહત્વપૂર્ણ ટેક્નિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના રિસાઇકલિંગના અર્થતંત્ર અને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક વ્યવસ્થાપનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ સત્રોમાં વરિષ્ઠ નીતિનિર્માતા, ઉદ્યોગકારો, સંશોધકો અને નવીનતાકારો એકઠા થયા હતા અને ગુજરાતની સંસાધન કાર્યક્ષમતા અને કચરા નિવારણ તરફની યાત્રા પર ચર્ચા કરવામાં આવી.

પ્રથમ સત્રમાં મલ્ટી-લેયર્ડ પ્લાસ્ટિક પેકેજિંગ (MLP)ના સ્થાને મોનો-મટિરિયલ્સ તરફ ટ્રાન્ઝિશન, પ્રમાણિત કમ્પોસ્ટેબલ પેકેજિંગનો વ્યાપ અને EPR પાલનના વિસ્તરણ જેવી બાબતો પર ચર્ચા થઈ હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી પી.પી. દિવાસાલી – ડિરેક્ટર, CIPET અમદાવાદ, શ્રી રૌમિલ દલાલ – એસ.બી. કોન્સ્ટાન્ટિયા, શ્રીમતી દિવ્યા શાહ – S&P Global, શ્રી મયુર મંધાને – ટોટલ એનર્જીસ, શ્રી સંજય નાયક – બેનિયન નેશન અને મોડરેટર: શ્રી ક્રુણાલ ગોડા, ફાઉન્ડર અને ડિરેક્ટર, અનંતતત્વ પ્રા. લિ. સહભાગી થયા હતા.

જ્યારે બીજા સત્રમાં ઉપયોગમાં લેવાયેલ તેલ, ઇ-વેસ્ટ, લિથિયમ આયન બેટરીઓ અને સોલાર કચરો જેવા ક્ષેત્રોમાં ગુજરાતની વ્યાપક પરિભ્રમણ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં નીતિ, આધાર, ESG સંકલન, પરિભ્રમણ અર્થતંત્ર માટેના નાણાંકીય સાધનો અને ગ્રીન નોકરીઓના સર્જન જેવી બાબતો ચર્ચા યોજાઈ હતી. જેમાં મુખ્યા વક્તા તરીકે ડો. અનુરાગ કાંડ્યા – PDEU,પ્રો. પ્રવીણ નાહર – NID, ડો. અજય મહેરોયત્રા – પૂર્વ ડિરેક્ટર, MoEFCC, ડો. અંકક્ષા ત્યાગી – CEEW, શ્રી ભુવન પુરોહિત – રુબામિન અને ડો. રચના અરોરા – GIZ એ સહભાગી થઇને ચર્ચામાં ભાગ લીધો હતો.

આ બંને સત્રોમાં GPCBની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. જેમાં ખાસ કરીને EPR અમલ, કમ્પોસ્ટેબલ પેકેજિંગ પાયલોટ અને પ્લાસ્ટિક કચરા ટ્રેસેબિલિટી સિસ્ટમ માટેના પ્રયોગો જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.

આ ચર્ચાઓ વૈશ્વિક અને રાષ્ટ્રીય માળખા જેમ કે UNEA ગ્લોબલ પ્લાસ્ટિક્સ ટ્રીટી, મિશન લાઈફ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સાથે સુમેળ ધરાવતી હતી અને ગુજરાતને પર્યાવરણ સંચાલન તથા પરિભ્રમણ નીતિ અમલના ક્ષેત્રે રોલ મોડેલ તરીકે રજૂ કરે છે.

આ સત્રોમાં શહેરની સ્થાનિક સંસ્થાઓ, નીતિ નિર્માતા, ઉદ્યોગ સમૂહો, સ્ટાર્ટઅપ, સંશોધકો અને ટકાઉ વિકાસ ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો ઉત્સાહભેર જોડાયા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *