વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપ્યું

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપ્યું


(જી.એન.એસ) તા. 12

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખિલાડી વિરાટ કોહલીએ તેના ચકો ને મોટો આંચકો આપ્યો છે, કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપી દીધું છે. વિરાટ કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા ઇંગ્લૅન્ડ પ્રવાસ પહેલાં જ બીસીસીઆઇને તેના આ નિર્ણય વિશે જણાવ્યું હતું. બીસીસીઆઇએ તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું. જોકે વિરાટે બીસીસીઆઇની વાત માની નથી. 

સોશિયલ મીડિયા માં મૂકેલી પોસ્ટમાં વિરાટ કોહલીએ લખ્યું હતું કે, 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેરીને પ્રવેશ લીધો હતો. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવા પ્રવાસ પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જેનું હું મારા બાકીના જીવનમાં અનુસરણ કરીશ, વ્હાઇટ કપડાંમાં રમવું એ અંગત અનુભવ હોય છે. શાંત માહોલ, લાંબા દિવસો, નાની-નાની પળ કે, જેને કોઈ જોઈ રહ્યું નથી હોતું. પરંતુ તે હંમેશા તમારી સાથે રહે છે. હું હવે તેનાથી દૂર થઈ રહ્યો છું. તે સરળ નથી. પરંતુ યોગ્ય છે. મેં ઘણું બધું જોયું છે, મને મારી અપેક્ષા કરતાં વધુ મળ્યું છે. દિલથી તમામનો આભાર માની વિદાય લઈ રહ્યો છું. હું હંમેશા મારા ટેસ્ટ કેરિયરને એક મૃદુ હાસ્ય સાથે યાદ કરીશ. 269 સાઇનિંગ ઑફ.

કલાકો પહેલાજ ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જેથી બીસીસીઆઇને આગામી ટેસ્ટ ટુર્નામેન્ટ (ઇંગ્લૅન્ડ પ્રવાસ) માટે મજબૂત ખેલાડીની શોધ હતી. એવામાં કોહલીની આ જાહેરાતથી બીસીસીઆઇ સતત તેને રિટાયરમેન્ટ પાછું લંબાવવા માટે મનાવી રહ્યું હતું. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *