૦૩ જુલાઈના રોજ યોજાનારા જનસુનાવણી કાર્યક્રમમાં કોઇપણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષશ્રી સમક્ષ રૂબરૂમાં કરી શકશે
(જી.એન.એસ) તા. 1
ગાંધીનગર,
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરના અધ્યક્ષસ્થાને તારીખ ૦૩ જુલાઈ ૨૦૨૫ના રોજ મહિલા જનસુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બુધવારે સવારે ૧૦:૦૦થી ૨:૦૦ કલાક દરમિયાન સ્ટેટ ગેસ્ટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે જનસુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઇ પણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષશ્રી સમક્ષ રૂબરૂમાં કરી શકે તે મુજબની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વધુમાં વધુ મહિલાઓ ઉપસ્થિત રહે અને જનસુનાવણીનો લાભ લે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ તરફથી સૌને અપીલ કરવામાં આવી છે.