રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવાશે


(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.

ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી નિયત કરેલ હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે, જેનો લાભ લેવા તમામ ખેડુતમિત્રોને વિનંતિ છે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની યાદીમાં જણાવ્યું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *