રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા


(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર, સેક્ટર -૦૮, ગાંધીનગર સ્થિત ‘Flood Control Cell’ની આજે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ રૂબરૂ મુલાકાત કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા.

જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇએ સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવે છે તેનો સંબંધિત અધિકારીઓને મોકલવાની સાથેસાથે જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રને પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓ આગોતરી જાણ સ્થાનિક સ્તરે કરી શકે અને જાન-માલહાનિ ટાળી શકાય.

તેમણે કહ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-૨૦૨૫ મુજબ જળસંપત્તિ વિભાગ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરી રહી છે. જેના ભાગરૂપે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેટ વોટર ડેટા સેન્ટર ખાતે દર વર્ષે તા. ૦૧ જૂનથી થી ૦૧ ઓક્ટોબર દરમિયાન ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવે છે.જેમાં આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી -વિગતો માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨ હોટલાઇન તેમજ ૧૪ સેટેલાઈટ ફોન ૨૪*૭ કાર્યરત કરાવવામાં આવ્યા છે.રિઝર્વર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ડેમ્સ વોર્નિંગ સ્ટેટસ એન્ડ રેઇનફોલના માધ્યમથી રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગેની પૃથ્થકરણ સાથેની આંકડા આધારિત અદ્યતન માહિતી આ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ કરવામાં આવે છે તેમ,મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇએ આ મુલાકાત દરમિયાન બોટાદ, ભાવનગર અને રાજકોટમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ-જળાશયોની વિગતો મેળવીને જરૂર સૂચનાઓ આપી હતી.

મંત્રીશ્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત વેળાએ જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ શ્રી એમ.ડી.પટેલ, સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર શ્રી બી.એચ.જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *