રાજ્યની સરકારી-બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અંતર્ગત તમામ ઉમેદવારોએ આગામી તા. ૦૯ જૂન સુધીમાં ઓનલાઇન પુન:શાળા પસંદગી કરવાની રહેશે

રાજ્યની સરકારી-બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અંતર્ગત તમામ ઉમેદવારોએ આગામી તા. ૦૯ જૂન સુધીમાં ઓનલાઇન પુન:શાળા પસંદગી કરવાની રહેશે


(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા.૧૩ થી ૧૭ મે, ૨૦૨૫ દરમિયાન ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અને તા. ૨૧ મે, ૨૦૨૫ના રોજ કરેલ શાળા ફાળવણીને ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને રદ જાહેર કરવામાં આવી છે. જે અન્વયે તમામ ઉમેદવારોએ આગામી તા. ૦૯ જૂનના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન પુન:શાળા પસંદગી કરવાની રહેશે. આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોએ આગામી તા. ૦૯ જૂનના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી પોર્ટલ પર ઓનલાઇન શાળા પસંદગી કરવાની રહેશે.

ગત તા. ૨૬ મે, ૨૦૨૫ અને તા. ૦૫ જૂન, ૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે, સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તેમજ શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળી રહે તે હેતુથી આ ભરતી માટે પુન:વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુમાં, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલ હોય કે ના આપેલ હોય તેમજ શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે. શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેનાર ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવ્યું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *