(જી.એન.એસ) તા. 23
નવી દિલ્હી,
નેશનલ મેડિલ કમિશન દ્વારા મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પહેલા વિદ્યાર્થીઓ-વાલીઓ ગેરમાર્ગે દોરાઈને કોઈ અમાન્ય સંસ્થામાં પ્રવેશ ન મેળવે તે માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જાહેર કરવામાં આવેલ એડવાઇઝરીમાં રાજસ્થાનની યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતી એક મેડિકલ કૉલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી મુજબ, સિંઘાનિયા યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતાં MBBSના કોર્સને કમિશનની મંજૂરી ન મળી હોવાના કારણે વિવાદ થયો હતો. હાલ આ મુદ્દે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે. આ સ્થિતિમાં તાકીદ કરવામાં આવી છે કે, કોઈ વિદ્યાર્થીઓએ આ પ્રકારની યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતાં MBBSના કોર્સમાં પ્રવેશ લેવો નહીં.