ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતાની સાથેજ બન્યું ચિંતાજનક; હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના મોટા પ્રમાણમાં નવા કેસો નોંધાયા

ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતાની સાથેજ બન્યું ચિંતાજનક; હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના મોટા પ્રમાણમાં નવા કેસો નોંધાયા


(જી.એન.એસ) તા. 16

સિંગાપુર,

કોરોના મહામારીએ એકવાર ફરી માથું ઊંચક્યું છે. એશિયાના હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના મોટા પ્રમાણમાં નવા કેસ સામે આવ્યા છે. હોંગકોંગ અને સિંગાપુરમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે, એશિયામાં કોવિડ-19ની લહેર ફરી ફેલાવાના કારણે કોવિડ-19ના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે. 

હોંગકોંગમાં વાયરસનો પ્રકોપ ઘણો વધ્યો છે, શહેરના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન ખાતે ચેપી રોગ શાખાના પ્રમુખ આલ્બર્ટ ઔએ આ અઠવાડિયે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, કોવિડ-19ના પોઝિટિવ કેસોની ટકાવારી એક વર્ષમાં સૌથી હાઇ સ્તરે પહોંચી ગઈ છે. કેન્દ્રના આંકડાથી જાણવા મળે છે કે, 3 મે સુધી અઠવાડિયામાં 31 ગંભીર કેસ નોંધાયા છે, જે ગત એક વર્ષમાં સૌથી વધારે છે. આંકડાથી જાણ થાય છે કે, મોત સહિત ગંભીર મામલામાં ચિંતાજનક વધારો થયો છે, જે લગભગ એક વર્ષના પીક પોઇન્ટ પર પહોંચી ગઈ છે. 3 મે સુધી ખતમ થયેલા અઠવાડિયામાં 31 નવા કેસ સામે આવ્યા છે. 

મહત્વનું છે કે, સંક્રમણનો આ આંકડો છેલ્લા બે વર્ષમાં જોવા મળેલા સંક્રમણના પીક પોઇન્ટ સાથે મેળ નથી ખાતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસ સંબંધિત બીમારીને કારણે 70 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમ છતાં સિંગાપુર હજુ પણ હાઈ એલર્ટ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ મહિને લગભગ એક વર્ષમાં સંક્રમણ સંખ્યા પર પોતાની પહેલી અપડેટ જાહેર કરી છે. 3 મે સુધી અઠવાડિયામાં કેસની અંદાજિત સંખ્યા છેલ્લાં સાત દિવસની તુલનામાં 28% વધીને 14200 થઈ ગઈ છે.

સામાન્ય રીતે, શિયાળાની ઋતુમાં શ્વસનતંત્રના વાયરસ વધુ સક્રિય હોય છે. પરંતુ આ વખતે, ઉનાળો શરૂ થતાં જ, કોરોનાના કેસ વધવા લાગ્યા. આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના વાયરસ ઉનાળામાં પણ ઝડપથી ફેલાઈ શકે છે અને મોટી સંખ્યામાં લોકોને બીમાર કરી શકે છે.

ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટા દર્શાવે છે કે કોરોનાએ ચીનમાં પણ માથું ઉંચકવાનું શરૂ કરી દીધું છે. ચીન પણ ગયા વર્ષે ઉનાળાની ટોચ જેટલી જ કોવિડ-૧૯ લહેરનો અનુભવ કરવા માટે તૈયાર છે. ચીનની હોસ્પિટલોમાં હવે કોવિડ પોઝિટિવ કેસ મળી રહ્યા છે. તે જ સમયે, થાઇલેન્ડના રોગ નિયંત્રણ વિભાગે પણ કોરોનાના કેસમાં વધારો નોંધાવ્યો છે. રાહતની વાત છે કે ભારતમાં હાલમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા નથી. તો અત્યારે અહીં ડરવાની કોઈ જરૂર નથી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *