(જી.એન.એસ) તા. 12
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
X પરની એક પોસ્ટમાં, NCS એ કહ્યું, “EQ of M: 4.6, તારીખ: 12/05/2025 13:26:32 IST, અક્ષાંશ: 29.12 N, લાંબો: 67.26 E, ઊંડાઈ: 10 Km, સ્થાન: પાકિસ્તાન.”
ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે સુધી હતું. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અગાઉ ગત સોમવારે (5 મે) પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે સમયે પણ તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે નોંધાયું હતું. જોકે ત્યારપછી શનિવારે સવારે પણ 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.