પહેલગામ આતંકવાદી હુમલો: J&K સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા, 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

પહેલગામ આતંકવાદી હુમલો: J&K સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા, 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું


(જી.એન.એસ) તા. 13

શ્રીનગર,

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. તેમજ તેની બાતમી આપનારા માટે રૂ. 20 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી હુમલાખોર આતંકવાદીઓની ધરપકડ કરવાની આકરી કવાયત હાથ ધરી છે. તેમ છતાં તેઓ હજુ સુધી પકડ્યા નથી.

પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં 26 નિર્દોષની તેમના જ પરિવારની સામે હત્યા કરી હતી. આ ઘટનાથી ભારત સહિત વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો. આતંકવાદને વર્ષોથી પોષનારૂ અને સમર્થક પાકિસ્તાનની ભારે ટીકાઓ થઈ હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ આ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતાં. જેમાં 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો.

થોડા દિવસો પહેલા, સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓના સ્કેચ જાહેર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પુરુષો, બધા પાકિસ્તાની છે, આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. તેમના કોડ નામ મૂસા, યુનુસ અને આસિફ હતા અને તેઓ પૂંછમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં સામેલ હતા.

પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથના છાયા સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *