નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૬૦૬ સામે ૮૩૬૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૫૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૬૯૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૧૪ સામે ૨૫૬૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૫૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૬૪૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહના અંતે ચાઈના સાથે ટ્રેડ ડિલ થયાનું અને હવે ભારત સાથે ટૂંક સમયમાં મેગા ટ્રેડ ડિલ થવાના કરેલા નિવેદને અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના અંત વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આક્રમક તેજી જોવાયા બાદ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતી તેજીને ઈન્ડેક્સ બેઝડ વિરામ મળ્યો હતો પરંતુ ત્યાર બાદ દિવસના અંતે નજીવા ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ટ્રમ્પે હવે ભારત સાથે ઐતિહાસિક ટ્રેડ ડિલ કરવા જઈ રહ્યાના અને ભારત સાથેના તમામ વેપાર અવરોધો દૂર કરવાનો પોતે ઈરાદો ધરાવતા હોવાના આપેલા સંકેતે વિશ્વ વેપારમાં મોટા ડેવલપમેન્ટ આગામી દિવસોમાં જોવાશે એવું સ્પષ્ટ કરી દીધું છે. જીઓપોલિટીકલ ટેન્શનમાંથી હાલ તુરત વિશ્વ મુક્ત બનતાં અને વૈશ્વિક આર્થિક વિકાસ પર ફોક્સ વધવાના આ પોઝિટીવ પરિબળોએ તેમજ ક્રુડ ઓઈલના ભાવો વધતાં અટકી ઘટતાં અને ચોમાસાની પણ સારી પ્રગતિને જોતાં ફુગાવો ઘટવાની શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્ રહ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ ચેર પોવેલને બદલવાની યોજનાઓ સહિત ફેડરલ રિઝર્વ નીતિ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા પ્રભાવને કારણે યુએસ ડોલર ઇન્ડેક્સમાં સતત નબળાઈને કારણે મંગળવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કોમોડિટીઝ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૯ અને વધનારની સંખ્યા ૨૦૨૧ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ભારત ઈલેક્ટ્રોનિક્સ ૨.૫૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૪%, એશિયન પેઈન્ટ ૧.૧૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૦%, કોટક બેન્ક ૦.૯૩%, એચડીએફસી બેન્ક ૦.૫૬%, ઇન્ફોસિસ લિ. ૦.૪૩%, ટાઈટન કંપની લિ. ૦.૩૦% અને ભારતી એરટેલ ૦.૨૯% વધ્યા હતા, જયારે એકસિસ બેન્ક ૨.૧૩%,  ટ્રેન્ટ લિ. ૧.૨૫%, ઈટર્નલ લિ. ૧.૧૪%, ટેક મહિન્દ્રા ૧.૦૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૫%, ટીસીએસ લિ. ૦.૯૧%, એનટીપીસી લિ. ૦.૭૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૭% અને ટાટા મોટર્સ ૦.૬૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતના અર્થતંત્રના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) ગ્રોથ ૬.૩%થી વધુ રહેશે. વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ સાથે ઈકરા રેટિંગ એજન્સીએ ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો ૪.૨%થી વધુ રહેવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે.

ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે. કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે ઈએમઆઈમાં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે, ઉપરાંત સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત સાથે ગ્રામીણ માંગ પણ મજબૂત રહેવાની શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *