રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૧૮ સામે ૮૧૦૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૦૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૯૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૨૭ સામે ૨૪૭૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૯૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
જીઓ-પોલિટિકલ ક્રાઇસીસ વચ્ચે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નકારાત્મક રહ્યા બાદ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે નીચા મથાળે ખરીદી વધતા આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો મળતા વેપાર અને રોકાણ પ્રવાહ માટે સકારાત્મક સંકેત અને આગામી દિવસોમાં અમેરિકાની ફેડ રિઝર્વની પોલિસી મિટિંગમાં સેન્ટ્રલ બેન્ક વ્યાજના દર ૪.૨૫% થી ૪.૫૦% ની રેન્જમાં જાળવી રાખે તેવી શક્યતા જોવા મળતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
ઉપરાંત, વૈશ્વિક સ્તરે વર્તમાન પડકારો સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સતત નેટ ખરીદી કરી રહ્યા હોવાથી ભારતીય શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર હુમલા ચાલુ રાખતા વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હોવા છતાં, ૬ જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના ફોરેક્સ રિઝર્વ ૫.૧૭ બિલિયન ડોલર વધીને ૬૯૬.૬૫ બિલિયન ડોલર થતા આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૦૮ અને વધનારની સંખ્યા ૧૯૭૬ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૩૯%, ટેક મહિન્દ્રા ૨.૧૨%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૬%, ટીસીએસ લિ. ૧.૪૦%, ઇન્ફોસિસ ૧.૩૯%, એશિયન પેઈન્ટ ૧.૨૮%, ટાટા સ્ટીલ ૧.૨૫%, કોટક બેન્ક ૧.૨૫% અને ઝોમેટો લિ. ૧.૨૦% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૩.૫૬%, અદાણી પોર્ટ ૦.૩૫% અને સન ફાર્મા ૦.૧૯% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિશ્વ ટેરિફ યુદ્વમાંથી હેમખેમ બહાર આવી રહ્યું હતું અને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ સુધરી રહ્યું હતું, એવામાં ઈઝરાયેલ દ્વારા ઈરાનના અણુમથકોનો વિનાશ કરતાં અત્યંત ઘાતક પ્રહાર અને એના વળતાં જવાબમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરેલા અનેક મિસાઈલ હુમલાઓના પરિણામે વિશ્વ પર ફરી ત્રીજા યુદ્વનું જોખમ ઊભું થયું છે. જીઓપોલિટીકલ ટેન્શનની આ પરિસ્થિતિ ભારત સહિત ઘણા વિકાસશીલ રાષ્ટ્રો પર પણ પડી શકે છે. વિશ્વને ઓઈલનો મોટો પુરવઠો પૂરો પાડતા ઈરાનને ઈઝરાયેલ થકી અમેરિકા પણ ઘેરી રહ્યું હોઈ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની આગ ફરી વિકરાળ રૂપ ધારણ કરી રહી છે.
વૈશ્વિક વેપારમાં અમેરિકાની ચાઈનાના રેર અર્થ પરની નિર્ભરતાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે. ચાઈના અને અમેરિકા વચ્ચેની ડિલ બાદ હજુ ભારત સાથે ડિલને લઈ અનિશ્ચિતતા કાયમ હોવા ઉપરાંત ટ્રમ્પે બે અઠવાડિયામાં યુનિલેટરલ ટેરિફ જાહેર કરવાની તલવાર વિશ્વ પર લટકતી રાખી છે, ટ્રમ્પ દ્વારા ઈરાનની ઈઝરાયેલ સાથે અમેરિકાને પણ હુમલાનો જવાબ આપવાની આપેલી ચીમકીને લઈ આગામી દિવસોમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્વ કેવા વળાંક લેશે એની અનિશ્ચિતતાના વાદળોથી વૈશ્વિક બજારો પણ ઘેરાયેલા રહેશે. જેથી અગામી દિવસોમાં જીઓપોલિટીકલ ટેન્શનની આ પરિસ્થિતિ વચ્ચે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in