નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૬.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૩૭ સામે ૮૦૭૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૭૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૭૫ સામે ૨૪૭૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૨૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આ વર્ષે સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી સાથે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. સ્થાનિક સ્તરે ફુગાવાના દરમાં ઘટાડા સાથે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશન્સ દરમિયાન ચોથા ત્રિમાસિકના કંપનીઓના જાહેર થયેલા પરિણામો અપેક્ષાથી ઉત્તમ આવતા તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે રેપો રેટમાં ૦.૨૫% થી ૦.૫૦%નો ઘટાડો થવાની મૂકાતી ધારણા સાથે સ્થાનિક અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં પોઝીટીવ અસર જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી દર વર્ષના અંત સુધી વ્યાજ દર ન વધારવાના સંકેતો મળતાં વૈશ્વિક બજારોમાં સકારાત્મક ટ્રેન્ડના કારણે ભારતીય બજારને ટેકો મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર વધતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો યથાવત રહ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળે બેતરફી વધઘટે રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ…બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૩ અને વધનારની સંખ્યા ૨૦૭૧ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૩.૩૨%, ભારતી એરટેલ ૧.૮૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૭૯%, ટેક મહિન્દ્રા ૧.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૩%, ટાટા મોટર્સ ૦.૯૧%, એચડીએફસી બેન્ક ૦.૮૧%, ટાટા સ્ટીલ ૦.૫૪% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૮% વધ્યા હતા, જયારે બજાજ ફિનસર્વ ૧.૬૬%, એકસિસ બેન્ક ૦.૯૦%, ટીસીએસ લિ. ૦.૭૨%, ટાઈટન કંપની લિ. ૦.૬૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૪૧% અને એશિયન પેઈન્ટ ૦.૩૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય રિઝર્વ બેંક આગામી સમયમાં બેંકિંગ ક્ષેત્રે કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે, જેથી વિદેશી રોકાણકારોને ભારતીય બેન્કોમાં વધુ હિસ્સો લેવાની તક મળી શકે. ભારતમાં બેંકિંગ ક્ષેત્રે વિદેશી જાયન્ટો, બેંકિંગ-નાણા સંસ્થાઓ ઝંપલાવવા અને એક્વિઝિશન માટેની હલચલ વધતાં ભારતીય બેંકિંગ નિયામક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેન્કોની માલિકી સંબંધિત નિયમોને હળવા કરવા પર વિચારણા કરી રહી છે. દેશના ઝડપી વિકસતા અર્થતંત્ર અને ફાઈનાન્શિયલ-બેંકિંગ ક્ષેત્રે તાજેતરના મહિનાઓમાં વિદેશી સાહસિકો એક્વિઝિશન કરવાની તૈયારીમાં છે.

દેશની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને લાંબા ગાળા માટે વધુ મૂડીની જરૂર છે. ગત મહિને, રિઝર્વ બેન્કે જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનને યસ બેંકમાં ૨૦% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, બે વિદેશી સંસ્થાઓ પણ આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો લેવાનો પ્રયાસ કરી રહી છે. આ દર્શાવે છે કે રિઝર્વ બેંક વિદેશી રોકાણના નિયમોને અમુક અંશે હળવા કરવાનું વિચારી રહી છે, કારણ કે ભારતમાં આ નિયમો વિશ્વના મુખ્ય અર્થતંત્રોની તુલનામાં સૌથી કડક છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *