નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૬.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૪૨ સામે ૮૧૪૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૬૧ સામે ૨૪૮૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૯૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકા ચીન વચ્ચે સંભવિત નવા વેપાર સંવાદ તથા ટેન્શનમાં ઘટાડાની આશાથી ગ્લોબલ સેન્ટીમેન્ટ પોઝિટિવ થયાની સાથે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ધિરાણ નીતિ સમીક્ષાની ત્રણ દિવસીય મીટિંગ બાદ આજે ફંડોએ આરંભિક સ્થિરતા બાદ આક્રમક તેજી કરી હતી.

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં આ વખતે ૦.૫૦%નો ઘટાડો કર્યો હોવા સાથે ચોમાસાની સારી શરૂઆત અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ ફંડો શેરોમાં ખરીદદાર રહ્યા હતા. ઉપરાંત, વિદેશી રોકાણકારોએ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી માત્રામાં શેર ખરીદી કરી, જેના કારણે માર્કેટને વધુ સપોર્ટ મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરીફ વોર બાદ વૈશ્વિક સ્તરે વધી રહેલાં અસ્થિરતાના માહોલ વચ્ચે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા ડોલર સામે રૂપિયાના મુલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૪ અને વધનારની સંખ્યા ૨૨૭૮ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૪.૯૩%, એકસિસ બેન્ક ૩.૧૫%, મારુતિ સુઝુકી ૨.૬૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૫૦%, બજાજ ફિનસર્વ ૨.૩૬%, ઝોમેટો લિ. ૨.૧૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૨%, ટાટા સ્ટીલ ૨.૦૧% અને કોટક બેન્ક ૧.૬૧% વધ્યા હતા, જયારે ભારતી એરટેલ ૦.૩૯% અને સન ફાર્મા ૦.૨૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારત હાલમાં જ જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગઈ છે અને જો આ જ રીતે ભારતનો વિકાસદર રહ્યો તો જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનતા વાર નહિ લાગે. ભારતે વર્ષ ૨૦૨૫માં રૂ.૩૪૭.૫ લાખ કરોડના જીડીપી સાથે જાપાનને પાછળ છોડી દીઘું છે આ એક મોટી હરણફાળ છે. વર્ષ ૨૦૨૫ માટે ભારતનો વિકાસ દર ૬.૨% રહેવાનો અંદાજ છે. આ અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં તો ઘણો વધુ છે. આ સ્તરનો વિકાસ સરકારને વિકાસમાં વધુ રોકાણ કરવામાં અને ગરીબી ઘટાડવામાં મદદ કરી શકે છે.

સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ભારે રોકાણ કરી રહી છે. ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં, કેપિટલ ખર્ચ માટે રૂ.૧૧.૨૧ લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે જીડીપીના ૩.૧% બરાબર છે. આ બજેટ હાઇવે, રેલવે, ઇન્ટરનેટ ઍક્સેસ અને લાંબા ગાળાના વિકાસને ટેકો આપતા રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સ બનાવવા તરફ જઈ રહ્યું છે. ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાથી ભારતને વધુ સાધનો, વધુ વૈશ્વિક ધ્યાન અને વિશ્વ મંચ પર મજબૂત અવાજ મળશે ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *