(જી.એન.એસ) તા.6
જૂનાગઢ/રાજકોટ,
જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર રહેતા નિવૃત ફોરેસ્ટ ઓફિસરને રાજકોટની એક મહિલાએ ફેસબુક મારફત ફ્રેન્ડશીપ કરીને રાજકોટ અને ચોટીલામાં મળવા બોલાવી હોટેલમાં અંગત પળો માણીને તેનો વિડીયો ઉતારી લીધો હતો તે પછી 40 લાખ રૂપિયાની માતબર રકમની ઉઘરાણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે કેસમાં પોલીસે રાજકોટની મહિલા સહિતના ત્રણને ઝડપી લીધા છે.
ફરિયાદીએ આ બાબતે જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. આજે રાજકોટની બે મહિલા અને જુનાગઢના એક યુવાનની અટકાયત કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલુ છે.
ફરિયાદી અને આરોપી મહિલા ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા હતા અને એકબીજા સાથે નજીકનો પરિચય બાંધ્યો હતો. આરોપી મહિલાએ ફરિયાદીને રાજકોટ અને ત્યાંથી ચોટીલાની એક હોટલમાં મળવા બોલાવ્યા હતા. ચોટીલાની હોટલમાં બંનેએ અંગત પળો માણી, જે દરમિયાન મહિલાએ ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણે રાજકોટની અન્ય એક મહિલાને વોટ્સએપ દ્વારા મોકલ્યો હતો. બંને મહિલાઓએ જુનાગઢના એક યુવાન સાથે સાંઠગાંઠ કરીને નિવૃત્ત વન અધિકારી પાસેથી 40 લાખ રૂપિયાની ઉઘરાણીનો પ્રયાસ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તેઓએ રકમની માંગણી કરી હતી.

