જામનગર મનપા. દ્વારા 331 બાંધકામોને દૂર કરવામાં આવ્યા, 4,51,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ

જામનગર મનપા. દ્વારા 331 બાંધકામોને દૂર કરવામાં આવ્યા, 4,51,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ


(જી.એન.એસ) તા. 5

જામનગર,

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારથી સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ટી.પી. કપાતની કામગીરી કરવામાં આવી હતી જેમાં આશરે 40 દુકાન, 60થી વધુ આખા મકાનો તેમજ એક મંદિર અને એક દરગાહ મળીને કુલ 331 બાંધકામોની કપાતની કામગીરી પાંચ દિવસે નિર્વિઘ્ને પુરી થઈ જતાં તંત્રએ હાશકારો લીધો છે.

આ કામગીરી દરમિયાન સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને સલામતી માટે સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ ઉપરાંત સીટી ડીવાયએસપી, સીટી બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ મોઢવાડીયા બંદોબસ્તમાં હાજર રહ્યા હતા. આ કામગીરી જોવા નાગરિકો એકઠા થયા હતા. પોલીસ દ્વારા અકસ્માત નિવારવા કલાક માટે ગાંધીનગર મેઈન રોડ બંધ કરાવવામાં આવ્યો હતો. મચ્છરનગર ચોકમાં ફાયર બ્રિગેડના બે બંબા અને સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. જામનગર કોર્પોરેશન દ્વારા આ મેગા ડિમોલિશનની પાંચ દિવસની કાર્યવાહી દરમિયાન 12 મીટર પહોળાઈ ધરાવતા આ રોડની કુલ લંબાઈ સાડા ત્રણ કિલોમીટર હતી અને જે દબાણ દૂર કરવામાં આવતા 4 લાખ 51 હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. 

સ્વામિનારાયણ નગરથી ચેક ગાંધીનગર સુધી સાડા ત્રણ કિ.મી. નો રસ્તો ખુલ્લો કરી દેવાયો છે, અને આજે અલગ અલગ બે ટુકડીઓને દોડતી કરાવાઇ છે. જે તમામ દ્વારા રસ્તા પર પડેલો કાટમાળ વગેરેને ખસેડવાની કામગીરી ચાલી રહી છે, અને સમગ્ર ડિમોલેશનની કાર્યવાહીને આખરી ઓપ આપી દઈ રસ્તો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.

 હવે થોડા દિવસોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માર્ગ પર તાત્કાલિક અસરથી ડિવાઇડર, માર્કીંગ તથા નવો પેવર રોડ બનાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવશે, અને નજીકના સમયમાં જ લોકોને અવરજવર કરવા માટેનો ગાંધીનગરથી છેક સ્વામિનારાયણ નગર સુધીનો નવો રસ્તો પ્રાપ્ત થઈ જશે. અને અંદાજે બે લાખથી વધુ લોકોને ખૂબ જ સગવડતા મળશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *