જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ, પાકિસ્તાન PoK ખાલી કરે: વિદેશ મંત્રાલય

જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ, પાકિસ્તાન PoK ખાલી કરે: વિદેશ મંત્રાલય


પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીથી જ આપીશુ, સીઝફાયર વાર્તામાં ટ્રેડનો ઉલ્લેખ નથી

(જી.એન.એસ) તા. 13

નવી દિલ્હી,

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં ત્યારબાદ હવે  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ‘પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજે કરેલ કાશ્મીર (PoK)ને ખાલી કરવું પડશે. ભારત લાંબા સમયથી આ નીતિ પર ચાલી રહ્યું છે અને તેમાં કોઈપણ ફેરફાર થશે નહીં.

વધુમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે 10 મેએ વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને યુદ્ધવિરામ પર સંમત થયા હતા. પાકિસ્તાન દ્વારા તે જ દિવસે સવારે 12.37 કલાકે વાતચીત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. કારણ કે ટેકનિકલ કારણોસર તેઓ હોટલાઈન દ્વારા ભારતનો સંપર્ક કરી શક્યા ન હતા. ત્યારબાદ ભારતીય ડીજીએમઓની ઉપલબ્ધતાના આધારે કોલ 15:35 વાગ્યે નક્કી કરાયો હતો.’



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *