(જી.એન.એસ) તા. 15
ત્રાલ,
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો ને જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ એનકાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એનકાઉન્ટર છે. આ પહેલાં મંગળવારે (13 મે) શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને સુરક્ષાદળોએ જિનપથેર કેલર વિસ્તારમાં ઘેરી લીધા હતા. આ ઓપરેશનને ‘ઓપરેશન કેલર’ નામ આપવામાં આવ્યું હતું.
આ ઘટનામાં સુરક્ષાદળો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા લશ્કરના એક આતંકવાદીઓનું નામ શાહીદ કુટ્ટે હતું, જે શોપિયાંનો રહેવાસી હતો. તે આઠ માર્ચ, 2023માં લશ્કરમાં સામેલ થયો હતો. વળી, બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ હતી, જે વંડુના મેલહોરા, શોપિયાંનો રહેવાસી હતો. તે 18 ઓક્ટોબર, 2024માં લશ્કરમાં સામેલ થયો હતો. તે 2024માં શોપિયાંમાં બિનસ્થાનિક શ્રમિકની હત્યામાં સામેલ હતો.
થોડા દિવસ અગાઉ સુરક્ષાદળોએ આતંકવાદીઓની સૂચના આપનારાને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સેનાએ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોતના ગુનેગારને પાકિસ્તાની આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે.