વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે
(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૩ જુલાઇ-૨૦૨૫થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાના સંચાલકો – શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ શરૂ કરવામાં આવશે. આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા.૧૬ જૂન ૨૦૨૫ થી તા.૦૩ જૂલાઈ ૨૦૨પ દરમિયાન સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સાથેજ આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે ટોલ ફ્રી નંબર દ્વારા અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે.