ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) માં હવેથી અટક પાછળ લખવા ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર 

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) માં હવેથી અટક પાછળ લખવા ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર 


(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર,

ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે.

હાલમાં અમુક કિસ્સાઓમાં LCમાં વિદ્યાર્થીના નામ લખવાની પદ્ધતિમાં વિસંગતતા જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે. અપાર આઈ ડી ની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે LCમાં નામની ચોકસાઈ જરૂરી છે. 

ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક સત્રથી LCમાં નામ લખવાની પદ્ધતિમાં સુધારો કરવાની સૂચના આપી છે. LCમાં સંપૂર્ણ નામ, પિતા-માતાનું નામ અને અટક સ્પષ્ટ લખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને આમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ને ટાંકીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે LCમાં નામ લખવાની નિયમિતતા જાળવવા માટે સૂચના આપવામાં આવી છે. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *