ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો


અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ; વધુ એક દુ:ખદ સમાચાર

(જી.એન.એસ) તા. 20

અમદાવાદ,

12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયું હતું, જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તે સમયે ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડીયા ઊર્ફે જીરાવાલાનું પણ આ ગોઝારી પ્લેન દુર્ઘટના દરમિયાન મોત થયું હોવાની માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશની દુર્ઘટના બાદથી મહેશભાઈ ગુમ હતા. આથી, પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. પોલીસે પરિવારજનોનાં DNA સેમ્પલ લીધા હતા. મળેલ મૃતદેહ સાથે પરિવારજનોનાં DNA સેમ્પલ મેચ થતાં ફિલ્મ ડિરેક્ટર મહેશભાઈનું મોત થયું હોવાનું પુરવાર થયું હતું. ભારે હૈયે પરિવારજનો દ્વારા મહેશભાઈની શુક્રવારે અંતિમ વિધિ કરવામાં આવી છે.

એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયા બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર ન હતો. 

આ સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવાર જણાવ્યું હતું. આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે. 

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકભાઈએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યુ હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પૂરાવા રજૂ એકઠા કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

મહેશ જીરાવાલા ગુજરાતના નરોડા વિસ્તારના રહેવાસી છે અને લાંબા સમયથી ફિલ્મ અને સંગીત વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પ્રોડક્શન હાઉસ ‘મહેશ જીરાવાલા પ્રોડક્શન્સ’ના સીઈઓ છે. મહેશ મુખ્યત્ત્વે ગુજરાતી ભાષામાં મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મો બનાવે છે. વર્ષ 2019 માં મહેશે ફિલ્મ ‘કોકટેલ પ્રેમી: પગ ઓફ રીવેન્જ’નું ડાયરેક્શન કર્યું હતું. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *