(જી.એન.એસ) તા. 16
ગાંધીનગર/અમદાવાદ,
અતિશય ભયંકર ગરમી અને બફરથી ગુજરાતવાસીઓને મળી શકે છે આંશિક રાહત, હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવનાર 6 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં સતત અઠવાડિયા સુધી માવઠાની શક્યતા છે, ત્યારે આવતીકાલે શનિવારે રાજ્યના 13 જિલ્લામાં કમોસમી વરસાદ આગાહી છે.
હવામાન વિભાગ ના કહેવા પ્રમાણે મુજબ, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. જોકે, હાલ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. તેવામાં આજે 17 અને કાલે 18 મે, 2025ના રોજ અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આખા રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે 19-20 મેના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મેઘગર્જના સાથે છૂટાછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે 21 મેના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠું થશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે 22 મેના રોજ 25 જિલ્લામાં વરસાદની થવાની શક્યતા છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.