ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સર્વગ્રાહી સમીક્ષા કરી

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સર્વગ્રાહી સમીક્ષા કરી


પ્રોજેક્ટ અમલીકરણ કામગીરીને વેગવાન બનાવવા સહકાર મંત્રીશ્રીએ બેઠકમાં જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાતમાં વિઝનરી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને આ પાયલટ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેઝેન્ટેશન મારફત “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જ, સહકાર રાજ્ય મંત્રીશ્રીએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે જરૂરી સૂચનો કાર્ય હતા તેમજ યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

        સહકાર ક્ષેત્રમાં સહકારિતાને વેગ આપવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સહિત રાજ્યભરના દૂધ સંઘો તેમજ વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ચેરમેનશ્રીઓ, મેનેજીંગ ડાયરેક્ટરશ્રીઓ, CEO તેમજ સહકાર વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *