ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ 8 જૂન 2025 સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ

ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ 8 જૂન 2025 સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ


(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

ભારતના પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે 8 જૂન 2025 સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ  કરવામાં આવ્યો છે. આમ બ્લોક લેવાને લઈને આ રૂટ પરની 8 ટ્રેનો પ્રભાવિત થવાની હતી. જ્યારે હવે વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ થતાં પ્રભાવિત ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે.

ભારતીય રેલવે વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગના કામ માટે 8 મેથી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) બ્લોક લેવામાં આવ્યો હતો. જેમાં ટેકનિકલ કારણોસર 8 જૂન રવિવારના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. જેથી 8 જૂનના રોજ પ્રભાવિત ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે દોડશે. 

બ્લોક રદ થવાથી આ પ્રભાવિત ટ્રેનો હવે તેના સમયે દોડશે:-

– મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 19036 

– વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 19035 

– જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 22960 

– વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. 12930 

– જોધપુર-દાદર એક્સપ્રેસ, ટ્રેન નં. 14807 

– અજમેર-મૈસુર એક્સપ્રેસ, ટ્રેન નં. 16209 

– ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નં. 20902 

– ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, ટ્રેન નં. 20626 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *