ગાઝામાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં અમેરિકાની સહાયથી ચાલતાં, ઇઝરાયેલની દેખરેખ નીચેનાં સહાય કેન્દ્રો સલામતી ખાતર બંધ કરવાં પડયાં

ગાઝામાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં અમેરિકાની સહાયથી ચાલતાં, ઇઝરાયેલની દેખરેખ નીચેનાં સહાય કેન્દ્રો સલામતી ખાતર બંધ કરવાં પડયાં





(જી.એન.એસ) તા. 7

ગાઝા,

ગાઝામાં શ્રેણીબદ્ધ ઘાતક શૂટિંગ થતાં અમેરિકી તંત્રની મદદથી ચાલતાં અને ઇઝરાયેલની દેખરેખ નીચેનાં સહાય કેન્દ્રો સલામતી ખાતર બંધ કરવાં પડયાં છે. આ ગોળીબારમાં અનેક પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં રાહત કેન્દ્રો બંધ કરવા પડયાં હતાં. આ સાથે અમેરિકા-ઇઝરાયેલ રાહત ગુ્રપે નાગરિકોને સલામતી ખાતર રાહત કેન્દ્રોથી દૂર રહેવા જણાવ્યું હતું.

ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશને આ સપ્તાહની શરૂઆતથી યુદ્ધ ગ્રસ્ત ગાઝા પટ્ટીમાં માનવીય સહાયના ભાગરૂપે ખાદ્યાન્ન વિતરણ શરૂ કર્યું હતું પરંતુ હવે તે બંધ કરવું પડયું છે. ફરી ક્યારે શરૂ થશે તે માટેની તારીખ હવે પછી જાહેર કરાશે.

અચાનક ફાયરીંગ ના કારણે રાહત-કેન્દ્રો બંધ કરાતાં ગાઝા પટ્ટીમાં ભૂખમરા જેવી સ્થિતિ પ્રવર્તે છે. છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં ધમાલ-ધાંધલ પ્રવર્તે છે. સામ સામા ગોળીબારમાં ઇઝરાયેલી દળોના હાથે ત્રણ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. રફાહમાં આ ઘટના બની ત્યારે ઇઝરાયેલી સૈનિકોએ સામે ધસી આવતા પેલેસ્ટાઈનીઓને અટકાવવા હવામાં વોર્નિંગ શોટ્સ કર્યા છતાં તેઓ ધસી આવતાં સામા ગોળીબાર કર્યા હતા. ટૂંકમાં ગાઝાપટ્ટી નર્કાગાર સમાન બની રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશને આ ખાદ્યાન્ન વિતરણ શરૂ કર્યું. તેમાં યુએન દ્વારા પણ સહાય કરવામાં આવી હતી. પરંતુ તે રાહત કેન્દ્રો નજીક જ હમાસે ફરી લડાઈ શરૂ કરી દેતાં ઇઝરાયેલ દળોએ પણ વળતી ગોળીબારી શરૂ કરતાં ગાઝાપટ્ટીમાં તે રાહત કેન્દ્રો આસપાસ અંધાધૂંધ ફેલાઈ ગઈ હતી. આ રાહત કેન્દ્રોમાં ખાદ્યાન્ન આપવામાં પણ ભેદભાવ રખાય છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા હતા. યુએનની રાહત સંસ્થાઓ ઉપર પણ આવા આક્ષેપો કરવામાં આવ્યા. સહજ છે કે યુએનની રાહત સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓ તે આક્ષેપોને નકારી કાઢે છે.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *