(જી.એન.એસ) તા. 13
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતે સીઆરપીએફ ગાંધીનગરને ફાળવવામાં આવેલ જમીનમાં ફાયરિંગ રેન્જ આવેલી છે. આ ફાયરિંગ રેન્જમાં આગામી તા.૧૩ મેથી ૧૫ મે, ૨૦૨૫ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની ફાયરિંગ પ્રેક્ટીસ હોઈ સલામતી અને સુરક્ષાના કારણોસર ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઈ/ચા અર્જુનસિંહ વણઝારા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આ ફાયરિંગ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટકલ દરમિયાનનાં દિવસોમાં સવારના ૦૬ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી પ્રવેશબંધી ફરમાવી છે.
ઉપરાંત ફાયરિંગ રેન્જની જવાબદારી સંભાળતી ઓથોરિટીએ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવા પણ આ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યુ છે.