ગાંધીનગરના કોબા સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધસી પડી; 1 શ્રમિકનું મોત, 2 ઇજાગ્રસ્ત

ગાંધીનગરના કોબા સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધસી પડી; 1 શ્રમિકનું મોત, 2 ઇજાગ્રસ્ત


(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે અવાર-નવાર નિર્માણધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા અને જર્જરિત ઇમારતો તૂટી પડવાના બનાવો બનતા હોય છે ત્યારે ગાંધીનગરના કોબા સર્કલ નજીક 1 કન્સ્ટ્રક્શન સાઇટપર ભેખડ ધરાશાયી થઇ હતી.

ગાંધીનગર ફાયર બ્રિગેડે સ્થાનિક લેબર અને પોલીસની ટીમની મદદથી ત્રણેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જો કે, ત્રણ પૈકી 1 શ્રમિકનું મોત નીપજ્યું છે. જ્યારે, 2 ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, શ્રમિકો ઘટના સમયે સેફ્ટીનાં સાધનો વગર કામ કરી રહ્યા હતા. જો કે, આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

કોબા કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની ભેખડ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા છે. જે પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યાંની માહિતી મળી છે.  મૃતકનું અજય પરમાર તરીકે જાણવા મળ્યું છે તે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાશી છે જ્યારે ઈજાગ્રસ્તોમાં નટવર ડામોર અને ચિરાગ ડામોરનો સમાવેશ થાય છે. આ બંને પણ રાજસ્થાનના ડુંગરપુરના જ વતની છે. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *