કોલકાતાથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની અફવાથી દોડધામ બાદ એક મુસાફરની ધરપકડ 

કોલકાતાથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની અફવાથી દોડધામ બાદ એક મુસાફરની ધરપકડ 


(જી.એન.એસ) તા. 13

કોલકાતા,

પશ્ચિમ બંગાળના કોલકતાથી મહારાષ્ટ્રના મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાથી અફવાથી દોડધામ મચી જવા પામી હતી તે પછી આ મામલે એક મુસાફરની ધરપકડ પણ કરવામાં આવી છે. 

આ ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોલકાતાથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એ સમયે અફરા- તફરી મચી ગઈ હતી જ્યારે ટેકઓફ પહેલા એક મુસાફરે ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત કરી. આ ઘટના કોલકાતા એરપોર્ટ પર બની હતી, જ્યાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઇટને રોકી દીધી હતી. 

આ ઘટના અંગે CISF દ્વારા એક શંકાસ્પદ જણાતા મુસાફરની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં, ફ્લાઇટને કોલકાતા એરપોર્ટ પર રાખવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડને એલર્ટ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતીમાં બોમ્બ હોવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ સુરક્ષા હેતુઓ માટે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *