કોરોનાવાયરસ : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 185 કેસ નોંધાયા, રાજ્યમાં 980 એક્ટિવ કેસ

કોરોનાવાયરસ : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 185 કેસ નોંધાયા, રાજ્યમાં 980 એક્ટિવ કેસ


(જી.એન.એસ) તા. 8

ગાંધીનગર,

દેશભરમાં 8 જૂન સુધીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6133 ની પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં રવિવારે (8 જૂન) કોરોનાના 185 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 980 પર પહોંચ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 980 પર પહોંચી ગઈ છે. જેમાંથી 32 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 948 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 27 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. 22 મેના રોજ કુલ એક્ટિવ કેસ 257 હતા, જે 8 જૂન સુધીમાં વધીને 6133 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોતની વાત કરીએ તો કેરળમાં ત્રણ કોરોનાના દર્દીના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં બે દર્દીના મોત થયા છે. આ સિવાય તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *