કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ 





(જી.એન.એસ) તા. 7

શિમલા,

કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે.

સોનિયા ગાંધી 2 જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને છરાબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા. અચાનક તેમની તબિયત ખરાબ થતા તેમને IGMC લઈ જવાયા.

આ બાબતે માહિતી મળતા જ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ પોતાનો ઉના પ્રવાસ રદ કરી દીધો અને શિમલા પરત ફરી રહ્યા છે. તેમના IGMC પહોંચવાની શક્યતા છે. IGMC હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *