કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે


રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ

(જી.એન.એસ) તા.6

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૬,૯૨૧ કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષશ્રીના, દંડકશ્રીના, નાયબ દંડક અને ઉપદંડકશ્રી તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *