કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં વિવિધ રીતે યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં વિવિધ રીતે યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા


કન્સ્ટ્રક્શન કે અન્ય ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગના લોકો એક સાથે જોડાય તો ભારત @2047ના નિર્માણને વેગ મળશે:- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત અર્થકોન- 2025માં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ-2025નો સન્માન સમારોહ યોજાયો હતો.

બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (BAI)ના ગુજરાત સેન્ટર દ્વારા આયોજિત ગુજરાત નિર્માણ એવોર્ડ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે, દેશના જીડીપીમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની અંદર સૌથી વધુ રોજગારી આપતું જો કોઈ ક્ષેત્ર હોય તો તે કન્સ્ટ્રક્શન સેકટર છે. આ સેક્ટર સમયની માંગ સાથે તાલથી તાલ મિલાવીને આગળ વધી રહ્યું છે. હવેનો સમય ભારતને નવી અને હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ બનાવવાનો છે. ભારત @2047ના નિર્માણના દરેક તબક્કે સૌ કોઈની ભાગીદારીની જરૂર પડશે. જેમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર થકી લોકોને ઘર મળી રહે છે, તે જ રીતે સરકાર અને સમાજના સહયોગથી આપણો દેશ આગળ વધશે. દેશના દરેક વર્ગના લોકો દુનિયામાં થઈ રહેલા ઇનોવેશનના માધ્યમથી ભારત દેશને જોડી પોતાની ભાગીદારી આપી શકે તેવા પ્રયત્નો થવા જોઈએ. નવા ઇનોવેશન, નવી ટેકનોલોજી, હાઈટેક સાધનો વગેરેના ઉપયોગથી દેશમાં અટલ ટનલ, ચિનાબ બ્રિજ જેવા કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે ત્યારે આપણો દેશ વિકાસના રસ્તે હજુ પણ આગળ જાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા થકી ભારત દુનિયાના વિઝનનો લાભ લઈ શકે અને આપણો દેશ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. શાળા, આરોગ્ય, મકાન, પાણી જેવા વિષયોમાં સૌએ પોતાની ભાગીદારી આપવી જોઈએ. સમાજના દરેક વર્ગના લોકો ભારત નિર્માણમાં જોડાય તો ભારત @2047ને વેગ મળશે.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડ કાર્યક્રમમાં અર્બન કન્સ્ટ્રક્શન, રૂરલ કન્સ્ટ્રક્શન, કોમર્શિયલ બિઝનેસ બિલ્ડર્સ, ઇન્સ્ટિટ્યૂશનલ કેમ્પસ બિલ્ડર્સ, ગવર્મેન્ટ સેક્ટરમાં પબ્લિક અને પ્રાઈવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડીંગ, ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ક્ષેત્રમાં કમ્યુનિટી કન્સ્ટ્રક્શન, ઇન્સ્ટિટ્યૂશનલ એવોર્ડ, ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ક્ષેત્રમાં સિવિક સ્પેસ કન્સ્ટ્રક્શન અને અંતે લાઈફ ટાઈમ લેગસી એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ મંત્રીશ્રી રજનીકાંત પટેલ, BAIના પ્રમુખ શ્રી રાજેન્દ્ર સિંહ કંબોહ, BAIના ઉપપ્રમુખ શ્રી કે. ચંદ્રશેખર રાવ, BAI ના રાજ્ય અધ્યક્ષ શ્રી કેવલ પરીખ, BAIના સરકારી બાબતોના સંયોજક શ્રી હિતેશ પટેલ, BAIના ચેરમેન શ્રી વરુણ પટેલ, અર્થકોન એક્સ્પો-2025ના ડિરેક્ટર શ્રી આયુષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *