ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા

ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા





ભારતીય સેનાને મળી મોટી સફળતા  

(જી.એન.એસ) તા. 14

શોપિયા,

ભારતીય સુરક્ષાદળોને ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.

આ બાબતે ભારતીય સેના ના મુખ્ય અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ગઈકાલે ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ કેલરના જંગલ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશ હાથ ધરાયુ હતું. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના પગલે ઓપરેશન કેલર હાથ ધરાયુ છે. જેમાં શુકરૂ જંગલ વિસ્તારમાંથી મોટાપાયે હથિયારો અને વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક પોલીસ, CRPF, ભારતીય સેના, ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલું આ સંયુક્ત ઓપરેશન હજુ ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના, સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોની ટીમ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને શોધી રહી છે. આ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર્સ ઠેરઠેર લગાવવામાં આવ્યા છે. તેમજ તેમની બાતમી આપનારાઓ માટે રૂ. 20 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ 26 લોકોની હત્યા કરી હતી. આ હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સુરક્ષાદળોની ટીમ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી તેમની શોધ કરી રહી છે.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *