ઇન્દોર-દાહોદ હાઈવે પાસે મળેલ મહિલાના મૃતદેહ મામલે થયો મોટો ઘટસ્ફોટ; ભાણેજ નિકડ્યો મામી નો હત્યારો

ઇન્દોર-દાહોદ હાઈવે પાસે મળેલ મહિલાના મૃતદેહ મામલે થયો મોટો ઘટસ્ફોટ; ભાણેજ નિકડ્યો મામી નો હત્યારો


(જી.એન.એસ) તા. 9

દાહોદ,

દાહોદમાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, ગત 5 જૂનના રોજ દાહોદ હાઈવે પર જૂની સેલટેક્ષ નજીક એક અવાવરુ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં ખુલાસો થયો કે મહિલાનો હત્યારો બીજો કોઈ નહીં, પરંતુ તેનો ભાણેજ હતો.

આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો, ઇન્દોર-દાહોદ હાઈવેની બાજુમાં આવેલી જૂની સેલટેક્ષની અવાવરુ ઓરડીમાંથી 5 જૂને એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક મહિલાનું નામ વર્ષાબહેન ઉર્ફે લીલાબહેન હોવાનું સામે આવ્યું, જેઓ મૂળ પંચમહાલના મોરવા ગામના વતની હતા. તેમના લગ્ન ઝાલોદના ગામડી ગામે થયા હતા અને હાલ તેઓ પરિવાર સાથે મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે રહેતા હતા.

આ કેસની તપાસ બાબતે પોલીસ વિભાગણ ટીમો દ્વારા આ મામલે પોલીસે મધ્યપ્રદેશથી લઈને દાહોદ સુધીના 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં મહિલા એક પુરુષ સાથે બાઈક પર જોવા મળી હતી. પોલીસે બાઈકના માલિકને પકડતાં તેણે આ બાઈક દાહોદના ખરોડ ગામના પ્રવિણ જુવાનસિંગ પામાણીને વેચી હોવાનું જણાવ્યું.પોલીસે પ્રવિણની પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા.

ભાણેજ પ્રવિણ અને તેની મામી વર્ષાબહેન ઉર્ફે લીલાબહેન વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. પરંતુ, ભાણેજ પ્રવિણ હદ વટાવીને મામીની દીકરી સાથે પણ પ્રેમભરી વાતો કરતો હતો. આ વાતની જાણ મામીને થતાં તેમણે પ્રવિણને દીકરીને છોડી દેવાની વાત કરી. જો તે આમ નહીં કરે તો પોતાના પ્રેમસંબંધની વાત બધાને કહી દેવાની અને પોલીસમાં પૂરાવી દેવાની મામીએ ધમકી આપી હતી. આ ધમકીની દાઝ રાખીને ભાણેજ પ્રવિણે મામીની હત્યાનો ઘાતકી પ્લાન બનાવ્યો.

5 જૂનના રોજ, પ્રવિણ ભિક્ષાવૃત્તિ કરતી તેની મામીને મધ્યપ્રદેશના ઝાબુઆ કલ્યાણપુરા ચોકડીથી પોતાની સાથે લઈને નીકળ્યો હતો. દાહોદની આસપાસના ગામડાઓમાં અનાજ માંગવા ફર્યા બાદ, તેઓ દાહોદ હાઈવે ખાતે જૂની સેલટેક્ષની ઓરડીમાં રાત્રે રોકાયા હતા. આ દરમિયાન જ, રાત્રે લગભગ ત્રણ વાગ્યે, આરોપી ભાણેજ પ્રવિણે મામી વર્ષાબહેનના ગળાના ભાગે ચાકુ થી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટનાને અંજામ આપીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે દાહોદ પોલીસે ધ્યાનપૂર્વક તપાસ કરીને આરોપી ભાણેજ પ્રવિણની ધરપકડ કરી લીધી છે અને આ ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *